નર્મદા જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આ હાઈસ્પીડ કોરિડોર સાથે જોડવા માં આવશે. આ કામગીરી દરમિયાન તિલકવાડા તાલુકાના વિરપુર, રેગણ, મળશન વાડિયા, અને તિલકવાડા ગામના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે આ જમીન સંપાદન નહીં કરવા ની માંગ સાથે ખેડૂતો દ્વારા આજે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આયોજનપત્ર પાઠવીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.