અમદાવાદ શહેર: દાણીલીમડામાં પાણી ભરાતા લોકોને હાલાકી,તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ
આજે શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ દાણીલીમડામાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.ગત રાતે થોડાક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી હોવાનું સામે આવ્યુ છે.જેમાં દાણીલીમડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે .તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરાઇ હોવાના દાવા પોકળ થયા છે.રસ્તા પર પાણી ભરાતા લોકોએ પાણીમાં પસાર થવુ પડી રહ્યુ છે.થોડાક જ વરસાદમાં પાણી ભરાતા તંત્રની ઢીલી કામગીરી છતી થઇ છે.