ધાનેરા: પાકમાં નુકસાની થતા ઘાસચારા માટે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો
બનાસકાંઠામાં ઉનાળુ બાજરી અને મગફળીના પાકમાં ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો. બદલાતા હવામાન અને પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને ખેતીમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે, તો ચોમાસા પછી પણ સતત વરસતા કમોસમી વરસાદને કારણે પશુઓના ઘાસચારાનું પણ ગંભીર સંકટ ઉભુ થયું છે.