ગોધરા: પાસા વોરંટનો નાસતો-ફરતો આરોપી વાહિદ મીઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં
પંચમહાલ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગોધરાના મીઠીખાન મોહલ્લામાં રહેતા ૩૨ વર્ષીય વાહિદ યુસુફ મીઠા વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ જાહેર કરાયો હતો, ત્યારથી તે નાસતો-ફરતો હતો. LCBની ટીમે ખાનગી બાતમીના આધારે ગુપ્ત વોચ ગોઠવીને આ આરોપીને ઝડપી પાડ્યો છે. LCB એ આરોપી વાહિદ મીઠાને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.