વઢવાણ: મહાનગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના આરોગ્યનું ધ્યાન રાખી અને સ્વચ્છ તેમજ સુંદર વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે, મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા રાત્રી સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર રાત્રે સફાઈ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં 50 સફાઈ કર્મચારી, 6 ટ્રેક્ટર, 2 સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા 3 સુપરવાઈઝર જોડાયા હતા.