હાંસોટ: હાંસોટ તાલુકાના ધમરાડ ગામના વિનોદ પટેલ દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
Hansot, Bharuch | Sep 14, 2025 ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે.ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.