ગોધરા: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરીયાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કેતુબેન દેસાઈ તેમજ ભાજપના મહિલા ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંજુબેન વેકરીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી વિકાસમાં અવરોધ લાવવાનો આક્ષેપ કર્યો હતો અને મહિલાઓને 26 તારીખે ભાજપને