હાંસોટ-પાનોલી માર્ગ ઉપર મોતવાણ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. હાંસોટ તાલુકાના એક ગામનો યુવાન હાંસોટ-પાનોલી માર્ગ ઉપર મોતવાણ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનને ઇજાઓ પહોંચી હતી.જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.