થરાદ: થરાદમાં ખેડૂતોના પ્રશ્નો મુદે કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ રેલી યોજી કલેકટરને આપ્યું આવેદનપત્ર
થરાદ ખાતે કોગ્રેસ પક્ષ દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે માત્ર સહાય નહીં પરંતુ દેવા માફી, પાક વિમા યોજના લાગુ કરવા અને વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ સાથે રેલી સ્વરૂપે વાવ-થરાદ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરીયા સાહિતનાઓ ઉપસ્થિત