વટવા: ગીતા મંદિર બસ સ્ટેન્ડના વોશરૂમમાં શંકાસ્પદ સ્ટિકરો મળતા ચકચાર, તંત્રની કામગીરી સામે સવાલો
ગીતા મંદિર બસ સ્ટેન્ડના વોશરૂમમાં શંકાસ્પદ સ્ટિકરો મળતા ચકચાર, તંત્રની કામગીરી સામે સવાલો અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડના વોશરૂમમાં શંકાસ્પદ સ્ટિકરો જોવા મળતા મુસાફરો અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. રોજિંદી સફાઈ અને દેખરેખના દાવાઓ વચ્ચે આવી સામગ્રી લાંબા સમય સુધી તંત્રની નજર બહાર કેવી રીતે રહી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. દરરોજ હજારો મુસાફરો, મહિલાઓ અને બાળકો અવરજવર કરતા હોય તેવા જાહેર સ્થળે આવી ઘટના સામે આવતાં સુરક્ષા અને વ્યવસ્થાની અસરકા