અમદાવાદ શહેર: કચરો અલગ ન કર્યો તો દંડ અને માલ-સામાન જપ્ત થશે, લારી ગલ્લા, પાથરણાં સહિતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે
અમદાવાદ શહેરમાં વેપારીએ સુકો અને ભીનો કચરો અલગ કરવા માટે બે ડસ્ટબિન રાખવાના રહેશે. જો કચરો અલગ નહીં રાખવામાં આવે અને જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવશે તો નિયમ મુજબ વેપારી સામે દંડ અને સીલ મારવાની તેમજ માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.