રાજકોટ: નવાગામ પાસે માધવ માર્કેટિંગ નામના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન, ફાયર સ્ટાફ ઘટના સ્થળે, સદનસીબે જાનહાનિ અટકી
Rajkot, Rajkot | Sep 30, 2025 આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ શહેરના નવાગામ પાસે આવેલ માધવ માર્કેટિંગ નામના ગોડાઉનમાં અકળ કારણોસર ભીષણ આગ લાગી હતી. બનાવને પગલે ફાયર ઇમરજન્સી સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગને પગલે કારખાનાના માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે જાનહાની અટકી હતી.