ગોધરા: શહેરમાં પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસમાં હિસાબી ગેરરીતિ સામે આવવા બદલ પેટ્રોલ-ડીઝલનું વેચાણ સ્થગિત
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેઓની ટીમ દ્વારા ગઇકાલે દાહોદ-ગોધરા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરાના વાવડી બુઝર્ગ પાસે આવેલ સમીર મનહરલાલ શાહ સંચાલિત ‘ગોધરા હાઈવે સર્વિસ’ (BPCL) પેટ્રોલ પંપમાં મોટી ગેરરીતિઓ ઝડપાતા હાલમાં વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન વાહનો સિવાયના પેટ્રોલ/ડીઝલના વેચાણના હિસાબો નિભાવવામાં ગંભીર અનિયમિતતા જોવા મળી હતી ભૌતિક ચકાસણી દરમિયા