ભાવનગર શહેર: રાજુલા ખાતે હાર્ડવેરની દુકાન ધરાવરા વૃદ્ધ પર હુમલો કરાતા CCTV વાયરલ થયા, ભાવનગર ખાનગી હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jul 1, 2026
રાજુલા ખાતે રહેતા વેપારી વૃદ્ધ પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. વૃદ્ધ વેપારીના પરિવારજનો દ્વારા જણાવ્યા અનુસાર હાર્ડવેરની દુકાન ધરાવતા વૃદ્ધ સાથે વસ્તુઓના ભાવ મામલે કેટલાક શખ્સો દ્વારા માથાકૂટ કરી હતી. અને તેમની સાથે માથાકૂટ બાદ હુમલો કરાયો હતો. જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.