ગોધરા: ગોધરા શહેરના બામરોલી રોડ પર બંધ મકાનમાં 24 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટીના એક બંધ મકાનમાં ૨૪ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૂળ કાંસુડી ગામનો વતની દીપકભાઈ રંગીતભાઈ ભીલ નામનો આ યુવાન બામરોલી રોડ પરના એક મકાનમાં રહેતો હતો, જ્યાં તેણે ૧૨ થી ૧૩ જૂનની સવાર દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મૃતકના પરિવારજન કોકિલાબેન ભીલની જાણના આધારે ગોધરા શહેર "એ" ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો. પોલીસે એડી નોંધી યુવાને કયા