વિજાપુર: વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે અનુ.જાતિ પરિવાર દ્વારા ચોથા સ્નેહમિલન સમારોહનું આયોજન, સામાજિક એકતા અને ભાઈચારા પર ભાર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં વસતા અને મૂળ પિલવાઈના બહારગામ વસતા અનુસૂચિત જાતિ પરિવારદ્વારા સામાજિક એકતા અને આપસી ભાઈચારાને વધુ મજબૂત કરવાના ઉમદા હેતુથીગામના ભાઈઓ સાથે પરિચય વધારવા માટે ચોથો સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન આજરોજ રવિવારે બપોરે 12 કલાકે કરવામાં આવ્યું હતું.અનુ.જાતિ પરિવાર, પિલવાઈદ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં અનુ.જાતિ પરિવારના તમામ ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.સામાજિક સોવિનિયર બહાર પાડી દાતાઓનુ સન્માન કરાયું હતુ.