તળાજા: પ્રથમ વરસાદમાં જ તલ્લી ગ્રામ પંચાયત ભવનની પોલ ખુલી: લાખોના ખર્ચે બનેલી કચેરીના સ્લેબમાંથી ટપક્યું પાણી,
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તલ્લી ગામે તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ નવી ગ્રામ પંચાયત કચેરીનો પ્રથમ વરસાદમાં જ વાંક બહાર આવ્યો છે. સામાન્ય વરસાદમાં જ કચેરીના સ્લેબમાંથી પાણી ટપકવાનું શરૂ થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નવીન પંચાયત ભવનનું બાંધકામ પૂર્ણ થયાને વધુ સમય થયો નથી, છતાં વરસાદ પડતા જ છતમાંથી પાણી અંદર આવવા લાગ્યું છે. જેના કારણે સરકારી કચેરીમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટર, મહત્વના દસ્ત