રાપર: ચેક પરતના કેસમાં રાપરના આરોપીને એક વર્ષની કેદ
Rapar, Kutch | Oct 9, 2025 ચેક પરતના કેસમાં રાપરના આરોપી કોલીસ પ્રવીણ પાંચાને ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને ચેકની દોઢી રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદી પીયૂષ ચંદુલાલ ઠક્કર પાસેથી આરોપીએ હપ્તાથી વાહન ખરીદ્યું હતું, જે પેટે અપાયેલો ૩,૦૦,૦૦૦નો ચેક પરત ફર્યા હતા. આ કેસમાં અદાલતે બંને પક્ષને સાંભળી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની દોઢી રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.