ગોધરા: શહેરના ગેની પ્લૉટ વિસ્તારમાં આવેલ ઉમર મસ્જિદ નજીક આધેડે અગમ્ય કારણોસર ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં ઉમર મસ્જિદ નજીક 46 વર્ષીય શોએબ સુલેમાન પાંડવાએ અગમ્ય કારણોસર ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટના બાદ તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહિલા પોલીસકર્મી સીમાબેન દ્વારા બી ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધાવવામાં આવી હતી. પોલીસે નોંધ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.