તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં રક્તપિત્ત (Leprosy) નાબૂદીના હેતુસર 08 ડિસેમ્બર 2025 થી 27 ડિસેમ્બર 2025 દરમિયાન લેપ્રેસી કેસ ડિટેક્ટ કેમ્પેઈન (LCDC) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આશા વર્કર તથા પુરુષ વોલન્ટીયરો દ્વારા મમતા દિવસ સિવાય ઘરઆંગણે જઈ તપાસ કામગીરી કરવામાં આવે છે.