ભુજ: કચ્છ જિલ્લા સહકારી બેંક (KDCC)ની સામાન્ય સભામાં બેંકના ચેરમેન અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ
Bhuj, Kutch | Jun 27, 2026 ભીમાસર શાખામાં થયેલા આશરે ₹31 લાખના કથિત કૌભાંડનો મુદ્દો ઉગ્ર રીતે સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વર્ષ 2018 દરમિયાન ભીમાસર શાખાના 19 ખેડૂતોના ખાતાઓમાંથી તેમની જાણ બહાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત ખેડૂતો લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહ્યા છે.આ મુદ્દે ન્યાયની માંગ સાથે ખેડૂતો સામાન્ય સભામાં પહોંચ્યા હતા. દરમિયાન ખેડૂતો અને બેંકના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી, જેના કારણે સભામાં તંગદિલીનું વાતા