ગોધરા: જિલ્લાના વાઘજીપુર ખાતેથી રાજ્યસભા સાંસદે પોલિયો રસીના ટીપા પીવડાવી રસીકરણની શરૂઆત કરાવી
પંચમહાલ જિલ્લાના વાઘજીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રાષ્ટ્રવ્યાપી પલ્સ પોલિયો અભિયાનની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને જિલ્લા કક્ષાના આ અભિયાનને ખુલ્લું મૂક્યું હતું.આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે ભારત સત્તાવાર રીતે પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે, પરંતુ અન્ય દેશોમાંથી આ વાયરસ ફરી ન પ્રવેશે તે માટે સતર્કતા જરૂરી છે. તેમણે જિલ્લાના તમામ વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના બાળ