ભચાઉ: જુના કટારિયામાં યુવાનને માર મરાતા ફરિયાદ નોંધાઈ
Bhachau, Kutch | Apr 1, 2026 જુના કટારિયા પાસે મારામારીની ઘટના સામે આવી હતી. ફરિયાદી મેહૂલભાઈ ખાનજીભાઈ સામળિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓ માવજી છગન મૂછડિયા, રાહુલ ખીમજી મૂછડિયા, રાજ રમેશ મૂછડિયા, પ્રિન્સ મુકેશ મૂછડિયાએ માર માર્યો હતો. આરોપીઓની બહેને ફરિયાદી સાથે કોર્ટ લગ્ન કર્યા હોઈ તેનું મનદુઃખ રાખીને માર મારવામાં આવ્યો હતો.