ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ચિખોદરા તળાવના કોતર નજીક જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ચિખોદરા તળાવ નજીક જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા. પોલીસને મળેલી બાતમીના આધારે તા. 1 મેની સાંજે કોતરની ધાસ વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો. સ્થળ પરથી મુહમ્મદ રિઝવાન, શોએબ જમાલ, આસિફ પથા, ઈલ્યાસ હયાત અને મોહમ્મદ અલી હાજી સહિતના પાંચ ઇસમોને ઝડપાયા. તપાસ દરમિયાન તેમની પાસેથી રૂ. 1510 રોકડ અને દાવ પરના રૂ. 910 મળી કુલ રૂ. 2420 કબજે કરવામાં આવ્યા. તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.