દરિયાપુર દરવાજા પાસે બનાવાશે કોમ્યુનિટી હોલ. AMC તંત્ર દ્વારા અપાઇ છે મંજૂરી.વર્ષો જૂનો હોલ જર્જરિત થઇ ગયો છે તે અને હાલમાં બંધ હાલતમાં છે ત્યારે આ હોલ બનાવવા મનપા એ 11 કરોડ નું બજેટ ફાળવ્યું છે.3 માળનાં કોમ્યુનિટી હોલમાં પ્રથમ 2 ફ્લોર પર સમાજિક પ્રસંગ માટે હોલ ભાડા પર આપવામાં આવશે.જ્યારે ત્રીજા ફ્લોર પર જીમ અને લાઇબ્રેરી બનાવવામાં આવશે.