ગોધરા: ગોધરામાં ધોધમાર વરસાદની એન્ટ્રી, ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
ગોધરામાં ધોધમાર વરસાદની એન્ટ્રી, ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણમાં પ્રસરી ઠંડક હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહી અનુસાર ગોધરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં લાંબા સમય બાદ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો ભીના બન્યા હતા, જ્યારે ઠંડા પવનો સાથે સમગ્ર વાતાવરણમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખ