ગોધરા: LCB એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ રૂ. 6.44 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ રૂ. 6.44 લાખ ઉપરાંતની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રથમ કાર્યવાહીમાં LCB ટીમે ઘોઘંબા તાલુકાના ઝબાણ ગામે બાતમીના આધારે રેડ કરી હતી. વિનોદ રાઠવા નામના બૂટલેગરના રહેણાંક મકાનમાં છુપાવેલો રૂ. 3.77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છ