પાલીતાણા-102 વિધાનસભાના મોટી પાણીયાળી ગામ ખાતે આવેલી કસ્તુરબા ઉત્તર બૂનિયાદી વિદ્યાલયની ધારાસભ્ય ભીખાભાઈએ મુલાકાત લીધી, ત્યાં ચાલી રહેલી શૈક્ષણિક વ્યવસ્થાઓ, વિદ્યાર્થી વિકાસ પ્રવૃત્તિઓ તથા સુવિધાઓ બાબતે વિગતવાર અવલોકન કર્યું.શાળાના શિક્ષકવર્ગ સાથે શૈક્ષણિક ગુણવત્તા વધારવા અંગે સુચનો પ્રાપ્ત કર્યા અને જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી. વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દસભર મુલાકાત કરી.