ડભોઇ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત વકફ બોર્ડના સભ્ય અને જાણીતા એડવોકેટ રણજિત રાઠોડે આજે ડભોઇ સિવિલ કોર્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ડભોઇના સ્થાનિક વકીલો સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો. એડવોકેટ રણજિત રાઠોડે વકીલોને લગતા પડતર પ્રશ્નો, વ્યવહારિક મુશ્કેલીઓ તેમજ કાયદાકીય પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વકીલોના હિતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે વકીલ વર્ગની સમસ્યાઓ માટે તેઓ સતત લડત આપી રહ્ય