ભારે વરસાદ બાદ લિંબાયતમાં ખાડી પૂર જેવી સ્થિતિ, કોર્પોરેટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ
સુરત: શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક પરિવારો પાણીમાં ફસાઈ ગયા હતા.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટર અને તેમની ટીમ દ્વારા સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાણીમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર તેમજ રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે..
Udhna, Surat | Jul 8, 2026