ગોધરા: ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસમથકના રાયોટિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ગુહ્યા મહોલ્લા વિસ્તારમાંથી ઝડપાયો
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસની ડી-સ્ટાફ ટીમે સફળ કામગીરી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન ASI અરવિંદભાઈ અને કમલેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગોધરા બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી મુસ્તકીમ રમજાની પથાને ગુહ્યા મહોલ્લા વિસ્તારમાંથી ઘેરાબંધી કરીને ઝડપી પાડવામાં આવ્યો છે.