મહુવા: મહુવાના ખડસલીયા ગામમાં 3-4 મહિનામાં જ RCC રોડની હાલત બિસ્માર, વિકાસના દાવા સામે સવાલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખડસલીયા ગામમાં વિકાસના કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામમાં ઉપસરપંચના ઘર પાસે આશરે ત્રણથી ચાર મહિના પહેલા બનાવવામાં આવેલ RCC રોડ પ્રથમ જ ભારે વરસાદમાં તૂટી જતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ ટૂંકા સમયમાં જ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. વરસાદ પડતાં રોડમાં તિરાડો પડી ગઈ છે અને અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. ગ્રામજનોનું