ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નિરજ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચાવડા બિનહરીફ વિજેતા જાહેર.
પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારો નિરજ પટેલ અને મહેન્દ્રસિંહ ચાવડા બિનહરીફ વિજેતા જાહેર થયા. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક બની રહી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ બંનેના વિજયની સત્તાવાર જાહેરાત કરી. નિરજ પટેલે ભાજપ સંગઠન, સ્થાનિક નેતાઓ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય અને વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની સાથે સરકારી યોજનાઓ છેવાડાના લોકો સુધ