ગોધરા: મોડી રાત્રે ગોધરાની ગલીઓમાં રેલીઓનો રેલો, શક્તિ પ્રદર્શન સાથે મતદારોને રિઝવવા પ્રયાસ
ગોધરામાં ચૂંટણી જંગ તેજ:મોડી રાત્રે ગોધરાની ગલીઓમાં રેલીઓનો રેલો, શક્તિ પ્રદર્શન સાથે મતદારોને રિઝવવા પ્રયાસ.ગોધરા નગરપાલિકાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પોતાની પૂરી તાકાત પ્રચારમાં લગાવી દીધી છે. ગઈકાલે મોડી રાત સુધી ગોધરાના વિવિધ વિસ્તારોમાં પ્રચારનો ભારે શોરબકોર જોવા મળ્યો હતો.