કુતિયાણા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એક વૃદ્ધનું મોત,ફરિયાદ
Porabandar City, Porbandar | Oct 3, 2025
કુતિયાણા નજીકના નેશનલ હાઇવે પર એક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇકમાં સવાર લક્ષ્મીદાસ દેવશીભાઈ હિંગરાજીયા નામના વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું.આ ઘટના બાદ મૃતક વૃદ્ધને પુત્રએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.