વઢવાણ: ડો હોમીભભા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશન રૂરલ આઈ. ટી. કિવઝ યોજાઈ 50 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગુજકોસ્ટ કચેરી, ગાંધીનગર દ્વારા નેશન રૂરલ આઈ.ટી. ક્વીઝ નું આયોજન ટાટા કન્સલટન્સી સર્વિસ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ , કર્ણાટક સરકારની આઈ.ટી. અને બી.ટી. વિભાગ નાં સહયોગ થી જિલ્લા કક્ષાએ ડો. હોમી ભાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ધો. ૮ થી ૧૨ માં ૫૦ શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. રૂરલ આઈ.ટી. કવીઝ નો ઉદ્દેશ ગ્રામ્ય શાળાનાં વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જાગૃત કરવાનો છે.