માતર તાલુકાના લીંબાસી થી નદાનપુરા જવાના રોડ પર શનિવારે બપોરના સમયે પૂરપાટ ઝડપથી પસાર થતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સાથે અથડાઈ હતી જેમાં કાર ચાલકે બાઇકને અડફટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતી હતી જેથી તેની તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે કાર રોડની સાઈડમાં આવેલી ખુલ્લી ગટરમાં ખાપકી હતી. જો કે કાર ખાબકતા કારમાં સવાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.