નડિયાદ: બ્રહ્માકુમારી ખાતે મનપા કમિશનરની અધ્યક્ષતામાં ગીતા જયંતીની ઉજવણી કરાઈ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખેડા આયોજિત ગીતા જયંતિ નિમિત્તે ગીતા મહોત્સવની ઉજવણી આજરોજ ઓમ શાંતિ ભવન ખાતે કરવામાં આવી હતી. નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી શ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષ સ્થાને ગીતા જયંતિ ઉજવણીમાં ગીતા પઠનના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા