તારાપુર: મોરજ SM2L નહેર બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ઠેર ઠેર વરસાદી પાણીથી પડ્યા ગાબડા
Tarapur, Anand | Jul 28, 2026 મોરજ એસ.એમ ટુ એલ નહેર ને પાકી બનાવના કામમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોય નહેરમાં પાણી નાખ્યા સિવાય જ ઠેર ઠેર ગાબડા તિરાડો પડી હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે. ગત વર્ષ આ નહેરને પાકી આરસીસીની બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. લાખો રૂપિયાના ખર્ચે કરાયેલ આ કામગીરીમાં તંત્રની મિલી ભગતથી કોન્ટ્રાક્ટરે વ્યાપક ભ્રષ્ટાચાર આચરી કામ સાવ તકલાદી કર્યું હોય નહેરમાં પાણી નાખ્યા વિના જ ઠેર ઠેર ગાબડા અને તીરાડો પડતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.