શહેરા: અણિયાદ પાસે છકડો પલટી જતાં ગમખ્વાર અકસ્માત,એક મહિલા સહિત બે વૃદ્ધોનું કરુણ મોત
શહેરા - નરસાણા રોડ ઉપરથી પેસેન્જર ભરીને એક છકડો પસાર થઇ રહ્યો હતો,તે સમય દરમિયાન અણિયાદ ગામના ભરવાડ ફળિયા પાસે છકડા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો પલટી ખાતા છકડામાં સવાર શહેરા તાલુકાના કવાલી ગામના ૬૫ વર્ષીય લીલાબેન રણછોડભાઈ અને ૬૦ વર્ષીય પીઠાભાઈ સકરામભાઈ બંને વયોવૃદ્ધ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત થયું હતું.