વાલિયા: અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાયો
Valia, Bharuch | Dec 8, 2025 વાલીયાને જોડતા રોડ પર કોસમડી ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોપેડ સવાર યુવાન સહિત કુલ 3 લોકોને ઈજા પહોંચી હતી.અકસ્માત સર્જાતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.