હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચંદ્રગ્રહણને પગલે કાલિકા માતાજી મંદિર બંધ,4 માર્ચથી નિયમિત દર્શન શરૂ થશે
પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને આજે તા.3 માર્ચ મંગળવારના રોજ ચંદ્રગ્રહણને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જાહેર સૂચના આપવામાં આવી હતી.ટ્રસ્ટની જાહેરાત મુજબ આજે મંગળવારે સવારે 5 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવી હતી અને સવારે 6 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.અને ત્યારબાદ દિવસ દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે