ગોધરા: તાલુકાના નસીરપુર પાસે કાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત: શહેરાના બે મિત્રોના ઘટનાસ્થળે જ મૃત્યુ, બે ઈજાગ્રસ્ત
ગોધરા નજીક નસીરપુર પાસે એક કાર પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરા તાલુકાના ચાર મિત્રો ગોધરાથી પોતાનું કામ પતાવી અલ્ટો કાર દ્વારા પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર પલટી મારી ગઈ હતી.આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર શહેરાના સાજીવાવ અને ધાંધલપુર ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બે આશાસ્પદ યુવકો