**કબીર મંદિર સાલીયા ખાતે કોળી સમાજનો ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાયો**
સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા તથા અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રેરિત કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લા દ્વારા વર્ષ 2026નો ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન પિપલોદના કબીર મંદિર સાલીયા ખાતે કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સમાજના આગેવાનો, મહાનુભાવો, શિક્ષકગણ, દાતાશ્રીઓ, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન એ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આવનારી પેઢીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ હોવાનું જણાવાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી કર્મચારી મંડળ, આયોજક સમિતિ અને તમામ સહયોગીઓના યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંદેશ આપવામાં આવ્યો કે સમાજની સાચી સંપત્તિ પૈ