ગોધરા: ગોધરાના ટિમ્બા રોડ પર શોર્ટ સર્કિટથી ઓફિસમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
ગોધરાના ટિમ્બા રોડ પર કૃષ્ણા શોપિંગ સેન્ટરમાં આવેલ એડવોકેટ પૃથ્વીરાજસિંહ કાતીજાની ઓફિસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ બાજુની દુકાનમાંથી ફાટી નીકળી ઓફિસ સુધી પ્રસરી હતી. ઘટનામાં ફર્નિચર, લેપટોપ, કમ્પ્યુટર, પ્રિન્ટર, AC, ઇન્વર્ટર, રોકડા રૂપિયા અને મહત્વના દસ્તાવેજો સહિત લાખોનું નુકસાન થયું. સાથે ATM મશીન સંબંધિત સાધનો પણ બળી ગયા. આ અંગે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.