ગોધરા: ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. હેમાંગ જોશી ધ્વારા યુવા કાર્યકર્તાઓ સાથે યોજાઈ 'ટિફિન બેઠક'
ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા સાંસદ હેમાંગ જોશીએ સંગઠનાત્મક પ્રવાસના ભાગરૂપે ગોધરાની મુલાકાત લીધી હતી. પ્રવાસની શરૂઆતમાં તેમણે BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.આ મુલાકાત દરમિયાન યુવા મોરચાના પદાધિકારીઓ સાથે સંગઠનને મજબૂત કરવા માટે પરિચય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ, એક 'ટિફિન બેઠક'નું આયોજન થયું હતું, જેમાં ડૉ. હેમાંગ જોશીએ કાર્યકર્તાઓ સાથે સહભોજન કરીને આગામી સંગઠનાત્મક કાર્યો અંગે માર્ગદર્શન આપ