ઘાટલોડિયા: ખાડીયાની ફતાશાની પોળમાં લૂંટની ઘટનામાં ખુલાસો, સીસીટીવી આવ્યા સામે
ખાડિયાની ફતાશાની પોળમાં થયેલી ચકચારી લૂંટ અને ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન-૩ એલસીબીએ આ સનસનીખેજ ગુનાના મુખ્ય સૂત્રધાર અને એરફોર્સના સસ્પેન્ડેડ અધિકારી દીપક બૂકેરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ ૧૬ જુલાઈ ૨૦૨૪ના રોજ હિમ્મતમલ શંકરલાલાજી સોનીની દુકાનમાં ઘૂસી, પગમાં ગોળી મારીને ₹૧.૫૧ કરોડની મોટી લૂંટ ચલાવી હતી.