ખંભાત: નવાગામ બારા અને વૈણજ રોડ પર મગરે દેખા દેતા કુતુહલ સર્જાયું, રાલેજ દરિયા કાંઠેથી મગરનો મૃતદેહ મળ્યો.
Khambhat, Anand | Sep 15, 2025 ખંભાતના તાલુકાના નવાગામ બારા અને વૈણજ રોડ પર મગરે દેખા દેતા કુતુંહલ સર્જાયું છે.રોડ પરથી પસાર થતા મગરની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.ત્યારે બીજી તરફ રાલેજના દરિયા કાંઠે એક વિશાળકાય મગરનો મૃતદેહ મળી આવ્યો છે.મરણ હાલતમાં દેખાયેલ મગરની વિડીયો પણ સોશિયલ મીડીયમાં વાયરલ થઇ છે.મહત્વનું છે કે,ભારે વરસાદ અને ઉપરવાસમાં છોડવામાં આવેલ પાણીની આવકને લઇ મગર, અજગર તેમજ સાંપની પ્રજાતિ ઠેર ઠેર દેખાઈ રહી છે.વાયરલ વિડીયોને આધારે વનવિભાગે તપાસ હાથ ધરી છે.