ગોધરા: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે ૩ વર્ષની માસૂમ બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે ૩ વર્ષની માસૂમ બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવતા તેને ત્વરિત વધુ સારવાર માટે વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ નવો કેસ સામે આવતાની સાથે જ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનો એકંદર આંકડો હવે ૨૬ પર પહોંચી ગયો છે. જો આંકડાકીય વિગત પર નજર કરીએ તો, પંચમહાલમાં અત્યાર સુધી નોંધાયેલા ૨૬ શંકાસ્પદ કેસોમાંથી ૨૨ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે