તારાપુર: ગલિયાણા બ્રીજ પરથી યુવકે વહેતી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું, ભારે પ્રવાહના કારણે બોડી ખંભાત દરિયા તરફ તણાઈ
Tarapur, Anand | Aug 1, 2026 તારાપુર તાલુકાના ગલીયાણા ગામે સાબરમતી નદી પર આવેલા પુલ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવવાની વિગતો સામે આવી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવક તણાઈને ખંભાત દરિયા તરફ ગયો હોવાની આશંકા છે.ઘટનાની જાણ થતાં જ તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને તલાટી કમ મંત્રી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતાં ધોળકા NDRFની ટીમ અને મામલતદાર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરાઈ છે.